
ડાયાબિટીસની સારવાર માટે સુરત શહેરના રામપુરા- રૂઘનાથપુરા વિસ્તારમાં આવેલા ગુરૂક્રુપા સ્વાસ્થ્ય

મને છેલ્લા બે ત્રણ વર્ષથી ડાયાબિટીસ છે. એક વર્ષ પહેલા હું ડાયાબિટીસની સારવાર માટે સુરત શહેરના રામપુરા- રૂઘનાથપુરા વિસ્તારમાં આવેલા ગુરૂક્રુપા સ્વાસ્થ્ય પોલીક્લીનિકમાં આવ્યો. અહીં મેં ડો. પ્રતિક ત્રિવેદી ને મારી બિમારી વિશે જણાવ્યુ. ડોક્ટર સાહેબે જ્યારે મારુ ડાયાબિટીસ માપ્યુ તો તેઓ જાણીને દંગ રહી ગયા. તે વખતે જમ્યા પછી મારા ડાયાબિટીસનુ લેવલ ૪૦૦ પોઈન્ટ જેટલુ અધધધ હતુ. અને ભુખ્યા પેટે પણ ૨૩૦ પોઈન્ટથી ઉપર હતુ મારા ડાયાબિટીસ નું લેવલ. ડોક્ટર સાહેબે મારી ડાયાબિટીસની સારવાર શરૂ કરી. ૩૦ જ દિવસની અંદર પરિણામ મળવા લાગ્યુ. ફક્ત એક જ મહિનાની અંદર જમ્યા પછીનું મારા ડાયાબિટીસનું લેવલ ૧૪૦ જેટલુ તદ્દન સામાન્ય થઈ ગયુ. આ અગાઉ મેં અન્ય કોઈપણ જગ્યાએ ડાયાબિટીસની સારવાર લીધી ન્હોતી. મને રાહત જણાતાં મેં સારવાર બંધ કરી દીધી. ટ્રીટમેન્ટ લેવાનું છોડી દીધાના થોડાક સમય બાદ મને ફરીથી તકલીફ થવા લાગી. જેથી હું માર્ચ-૨૦૧૮ માં ફરી અહીં આવ્યો અને ડાયાબિટીસની સારવાર લેવાનું ફરી શરૂ કર્યુ. અત્યારે મને સારુ રિઝલ્ટ મળી રહ્યુ છે. અહીં નાં ડોક્ટર પ્રતિક અને તેમનો સ્ટાફ ખુબ જ મજાના છે. અહીં ફક્ત અમારી જ નહીં, પરંતુ દરેક દર્દીની ખુબ જ સારી રીતે દેખભાળ રાખવામાં આવે છે. મેં તો મારા સગા સંબંધીને પણ ગુરુક્રુપા સ્વાસ્થ્ય ક્લીનિક અને ડો. પ્રતિક ત્રિવેદી વિશે જણાવ્યુ. હવે તેઓ પણ અહીં પોતાની બિમારીના નિદાન માટે આવે છે અને તેઓ પણ સારવાર લઈ રાહત અનુભવી રહ્યા છે. આભાર. ડો. પ્રતિક ત્રિવેદી સર નો અને તેમના સ્ટાફનો. - મનજીભાઈ રાઘવ ભાઈ આંબલીયા બિમારી - ડાયાબિટીસ ઉંમર- ૫૯ વર્ષ, રહે. આદ્રેશનગર, કાપોદ્રા, સુરત.
Subscribe for latest offers & updates
We hate spam too.
